રંગપુર ધામે શ્રી સધી માં બિરાજે...
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનકડું રુડું રંગપુર ગામ જગતજનની રાજ રાજેશ્વરી શ્રી સિધ્ધેશ્વરી માતાજી (શ્રી સધી માતાજી) મંદિરની સિદ્ધિઓના કારણે રંગપુર ધામ બની ચૂકયુ છે...
રંગપુરના દેસાઈ સમાજના અજાણા પરિવારમાં શ્રી સધી માતાજીનું મહિમાવંત સ્થાન છે. પરંપરાગત પેઢીઓથી શ્રી સધી માતાજીની પૂણૅ શ્રદ્ધાથી પૂજા-અચૅના થાય છે. નાનકડા રંગપુર ગામમાં આવેલું શ્રી સધી માતાજીનું મદિંર આજે લાખો લાેકાેની શ્રદ્ધા અને આસ્થાનું પરમકેન્દ્ધ બની ચૂકયું છે.
રંગપુર ગામના દેસાઈ સમાજના અજાણા પરિવાર માં રણછોડભાઇ દેસાઈ સ્થાયી થયા હતા. આ રણછોડભાઇ ધમૅપરાયણ વ્યકિત હતા.
શ્રી રણછોડભાઇ ના લગ્ન લીંબાેદ્ધા ગામે જનુમા સાથે થયા હતા. શ્રી જનુમા એક ધમૅપરાયણ પરિવારના દિકરી હતા. તેમના પરિવારમાં પિયર પક્ષે શ્રી સિધ્ધેશ્વરી મા (શ્રી સધી માતાજી) બિરાજમાન હતા. શ્રી જનુમાને શ્રી સધી માતાજી પ્રતયે અખૂટ, અતૂટ અને અપાર શ્રદ્ધા હતી. આથી, લગ્ન બાદ સ્વસુર પક્ષ રંગપુર કુમકુમ પગલે આવ્યા ત્યારે સાથે સાથે હરખભયાૅ હૈયે શ્રી સધી માતાજી પણ જનુમાની સાથે રંગપુર ગામે અજાણા પરિવારમાં પધાયાૅ. શ્રી જનુમાના પાવન આગમને સાથે જ અજાણા પરિવારમાં શ્રી સધીમાનાે સુખનાે દિપક પ્રજ્જવલિત થયાે. શ્રી જનુમાની સધી મા પ્રતયેની ભકિત અને આસ્થામાં પતિ શ્રી રણછોડભાઇ દેસાઈનાે પણ શ્રદ્ધાપૂણૅ સાથ મળ્યાે. આમ, સધીમાની ભકિતની પરંપરા રંગપુર ધામે અજાણા પરિવારમાં પણ વેગવાન બનતી રહિ.
શ્રી જનુમા અને શ્રી રણછોડભાઈ ધર્મશીલ હોવાની સાથે સાથે સેવાપરાયણ પણ હતા. એ સમયે ત્યાંથી પસાર થતા રબારી સમાજના તથા અન્ય સમાજના લોકો, વટેમાગુૅઓની જમાડીને જ મોકલવાનો આગ્રહ રાખતા અને જાતે જ કષ્ટ વેઠીને પણ લોકોની સેવામાં સતત કાયૅરત રહેતા. આમ, અજાણા પરિવારની ભકિતમાં માનવતાનો રંગ પણ ભળ્યો. જનુમાના પુત્ર હેંગોળભાઈ દેસાઈ હતા. પુત્ર હેંગોળભાઈ પણ માતુશ્રી જનુમાની જેમ શ્રી સધીમાની ભકિતના રંગમા શ્રદ્ધાપૂવૅક રંગાયા હતા. સમયાંતરે પરંપરાનુસાર શ્રી હેંગોળભાઈ રંગપુર ધામે શ્રી સધી માતાજીના ભુવાજી તરીકે પ્રસ્થાપિત થયા. શ્રી સધીમાની કૃપાથી શ્રી હેંગોળભાઈની પાસે પશુધનની એક સુખસમૃદ્ધિ હતી કે, તેઔ 'હેંગોળહજારી' તરીકે સમાજમાં અને આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ આ પરંપરાનુસાર તેમના પુત્ર રેવાભાઈ દેસાઈએ સધી માતાની ભકિતની પરંપરા આગળ ધપાવી. રેવાભાઈની શ્રદ્ધા અને ભકિતના સંસ્કાર તેમના પુત્ર શ્રી માવજીભાઈ દેસાઈમાં પણ સંપૂણૅપણે અવતયાૅ. આમ, શ્રી સધી માતાની ભકિતની જયોત રંગપુર ધામે પેઢી દર પેઢી વધુ ને વધુ દૈદિપ્યમાન બનતી રહિ.
આ જ પરંપરા અનુસાર આજે શ્રી સધી માતાજીના ભુવાજી તરીકે શિક્ષિત, ધમૅપરાયણ અને સમાજજાગૃતિની ખેવના રાખનાર યુવાન ભુવાજી શ્રી અજુૅનભાઈ દેસાઈ બિરાજમાન છે. શ્રી અર્જુનભાઈની ભકિત તેમજ માનવોપયોગી પ્રવૃતિઓને લીધે શ્રદ્ધાળુઓનો પ્રવાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અહીં દુર સુદૂરથી વિવિધ પ્રદેશોમાંથી ભિન્ન ભિન્ન જ્ઞાતિ અને સમાજના લોકો આશા અને આકાંક્ષા લઈને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિયમિત દશૅનાથેૅ આવતા હોય છે.
શ્રી સધી માતાજીની અપાર કૃપાથી શ્રદ્ધાળુઓના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, આધિદૈવિક, આધિભૌતિક દુ:ખો, પ્રશ્નનોનો સરળતાથી અને સહજતાથી અદભુત ચમત્કારિક ઉકેલ મળે છે. ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈ પ્રત્યેક વ્યક્તિની બાબતમાં વ્યક્તિગત રસ લઈને માતાજીની કૃપાથી હૂંફ અને હૈયાધારણ આપીને ભકતોનો ભાર હરી લે છે. અહીંયા કેન્સર, કિડની સંબંધિત ગંભીર બીમારીઓ, હદયરોગ સંબધિત તકલીફો, અપંગતા વગેરે જેવી અનેક ગંભીર અસાધ્ય શારીરિક બીમારીઓના ચમ્તકારિક ઉકેલ પ્રાપત થયાના અનેક દાખલા મોજુદ છે. ગરીબમાંથી અમીર થયાના તેમજ રંકમાં રાય થયાના પણ ભાવિક ભકતોના અદ્ભુત ઉદાહરણો આજે પણ આ મંદિરે જોવા મળે છે.
શ્રી સધી માતાજી ની કૃપા તથા પૂજય ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈની પ્રેરણાની યશકીતિૅની સુવાસ આજે માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશના અનેક રાજયોમાં પ્રસરી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયો જેવા કે, રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ, કણાૅટક, કેરળ, દિલ્હી, ઉતર પ્રદેશ, પંજાબ, હરિયાણાની સાથે સાથે મણિપુર અને ઈમ્ફાલ જેવા દૂરના પ્રદેશોમાંથી પણ સેવકો શ્રદ્ધાથી પ્રરાઈને રંગપુરની વાટ પકડી રહયા છે.
રંગપુર ધામ રાજ રાજેશ્વરી શ્રી સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે ધામિૅક પ્રવૃતિઓની સાથે સાથે સમાજભિમુખ પ્રવૃતિઓ અવિરત થતી રહે છે. પ્રતી વષેૅ યોજાતા માતાજીના પાટોત્સવના ધામિૅક કાયૅકમની સાથે સાથે સમાજલક્ષી પ્રવૃતિઓનુ આયોજન કરવામાં આવે છે. શ્રી સિધ્ધેશ્વરી માતા મંદિરના યુવાન અને જાગૃત ઉપાસક ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈ દઢપણે માને છે કે, ધમૅ અને સમાજ પરસ્પર અવિભાજય અને અભિન્ન છે. ધમૅ કદાપિ સમાજથી વિમુખ હોઈ જ ના શકે. આ બાબતને ચરિતાથૅ કરવાના શુભ આશયથી શ્રી સિધ્ધેશ્વરી માતાજી પરિવાર "બેટી બચાવો અભિયાન" અવિરત ચાલ્યા કરે છે સાથે સાથે સમગ્ર ગોપાલક સમાજ અને મંદિરે પધારતા વિવિધ જ્ઞાતિ સમાજના ભાવિકોને કન્યા કેળવણી ઉતેજન અને પ્રાેત્સાહન માટે પ્રતિબધ્ધ અને પ્રતિજ્ઞાબધ્ધ કરવામાં આવે છે. શ્રી સિધ્ધેશ્વરી માતાજીની દિવ્ય કૃપા પ્રાપ્ત કરવા માત્ર ગુજરાતમાંથી જ નહિ પરંતુ મહારાષ્ટ્, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, કણાૅટક, કેરળ જેવા પરપ્રાંતમાથી પણ વિવિધ કોમ અને જ્ઞાતિના શ્રદ્ધાળુઓ દશૅનાથૅે આવે છે.
શિક્ષણ અંગે સંપૂર્ણ જાગૃતિ કેળવાય તેવા શુભઆશયથી સમાજના અને શ્રદ્ધાળુઓના તેજસ્વી વિધાર્થીઓને પ્રતિવર્ષ નિયમિત રીતે બિરદાવીને પ્રાેત્સાહિત કરવામાં આવે છે સાથે સાથે વહીવટી સેવા, પોલીસ સેવા, આરોગ્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રે નોંધપાત્ર કારકિદીૅ અને સેવા આપનારાઓનું સન્માન કરવાની પ્રણાલિકાને પણ જાળવવામાં આવે છે. આમ, શિક્ષણ અને સેમાજ સેવાના ક્ષેત્રે પ્રવૃત્તિશીલ વ્યક્તિઓને બિરદાવવાના કાર્યકરમાે યોજાતા રહે છે, સાથે સાથે મંદિર પરિવાર હારા શૈક્ષણિક સાહિત્યનું પ્રકાશન અને વિતરણ પણ કરવામાં આવે છે.
ભારતના આશાસ્પદ ભાવિ સમાન યુવા પેઢી વ્યસનની બદીથી સંપૂર્ણપણે મુક્ત રહે તે માટે મંદિર પરિવાર ગંભીરતા પૂર્વક જીગૃત છે, મંદિરે આવતા સેવેૅ શ્રધ્ધાળુઓને ચુસ્તરીતે વ્યસનથી મુક્ત રહેવા અંગે લેખિત રીતે પ્રતિજ્ઞાબધ્ધ કરવામાં આવે છે સાથે સાથે વ્યસનોની બદીની વિનાશક્તા દશાૅવતા અસરકારક પ્રદર્શનો અને કાર્યક્રમો નિયમિત રીતે યોજવામાં આવે છે. વ્યસન મુક્તિ અભિયાનના આ અવિરત ચાલતા યજ્ઞના ભાગરૂપે અત્યાર સુધીમાં હજારો લોકો દારૂ, તમાકુ, બીડી-સિગારેટ, ગુટકા વગેરે જેવા ઘાતક વ્યસનોથી મુક્ત થયા છે. શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર પરિવાર તેમજ યુવાન અને જાગૃત ભુવાજીશ્રી અજુઁનભાઈ દેસાઈ, અબોલ જીવ પ્રત્યે અનેરી અનુકંપા ધરાવે છે. જીવદયાની લાગણીથી પ્રેરાઈને અર્જુનભાઈ દેસાઈએ કરેલી હૃદયસ્પર્શી પ્રેરણાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, , મધ્યપ્રદેશ, કણાૅટક, કેરળ જેવા પરપ્રાંતના સેંકડો સેવકોએ માંસાહારનો ત્યાગ કરી અદ્ભુત ઉદાહરણ પૂરું પાડેલ છે.
માતાજીની કૃપાની સિદ્ધિઓ તેમજ ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈની પ્રેરણાથી મંદિર પરિવાર દ્વારા ચાલી રહેલી સમાજો પર્યોગી પ્રવૃત્તિઓથી પ્રેરાઈને ગત તા. ૫-૨-૨૦૧ર ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા વર્તમાન વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રંગપુર ધામની મુલાકાત લઈને માતાજીના દર્શન કરી, યજ્ઞમાં શ્રીફળનો હોમ કરી એક વિશાળ સામાજિક સંમેલનને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મંદિર પરિવારની અને ભુવાજી શ્રી અર્જૂનભાઈ દેસાઈની માનવ કલ્યાણની પ્રવૃત્તિઓને બિરદાવીને પ્રોત્સાહિત કયાૅ હતા.
સમાજનો સર્વાંગી વિકાસ એ શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર પરિવારની નેમ છે.સામાજિક કુરિવાજો, વહેમો, અંધશ્રધ્ધા વગેરેની નાબૂદી માટે પણ અસરકારક કાર્યક્રમો આપીને સામાજિક જાગૃતિની જ્યોતને પ્રજ્જવલિત રાખવામાં આવે છે. આમ, તનના સ્વાસ્થ્યની સાથે સાથે મનના સ્વારથ્ય અને મન દુરસ્તીની કેળવણી અને સજાગતા અંગે મંદિર પરિવાર અવિરત રીતે પ્રયત્નશીલ છે જેના પરિપાક રૂપે મંદિર પરિવાર દ્ધારા મફત આયુર્વેદિક રોગ નિદાન શિબિર તેમજ દવાઓના વિતરણનો કાયૅકમ યોજવામાં આવેલ હતો.
ભારતીય સંસ્કૃતિની અણમોલ વિરાસત સમાન યોગ શક્તિના માનવ ઉપયોગી 'મહાત્મયને સ્વીકારી મંદિરે પધારતા સેવકો તથા સમાજના નાગરિકો તન - મનનું સ્વાસ્થ્ય કેળવીને તંદુરસ્તી અને મનદુરસ્તી પ્રાપ્ત કરે તેવા આશયથી મંદિર પરિવાર દ્ધારા લોકોને યોગ અને પ્રાણાયામથી પ્રશિક્ષિત કરી રોજિંદા જીવનમાં ઉપયોગી બને તે માટે ના વિવિધ તાલીમ અને પ્રશિક્ષણના કાર્યક્રમો યોજવાનું પણ વિચારાધીન છે. આ અંગે મંદિર પરિવાર દ્વારા યોગ શક્તિ અને યોગ શિક્ષણનો મહિમા સમજાવતા સાહિત્યનું પ્રકાશન પણ કરવામાં આવેલ છે
મંદિર પરિવાર દ્વારા કન્યા કેળવણી પ્રોત્સાહન, બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, યોગ પ્રશિક્ષણ શિબિર, સમાજ જાગૃતિ અભિયાન, સામાજિક કુરિવાજ મુક્તિ અભિયાન વગેરે જેવા સમાજ ઉત્કર્ષ લક્ષી કાર્યકર મોનું આયોજન અવિરેતપણે ચાલ્યા કરે છે.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિરના માનવતા વાદી અભિગમ ધરાવતા જીવદયા પ્રેમી ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈ દ્વારા પ્રત્યેક શ્રધ્ધાળુને પશુ - પક્ષીઓને ચણ અને ચારો - પાણી આપવા માટે સંકલ્પ બધ્ધ કરવામાં આવે છે.
જગત જનની રાજરાજેશ્વરી શ્રી સિધ્ધેશ્વરી માતાજીની દિવ્ય કૃપા અને ભુવાજી શ્રી અજુૅનભાઈ દેસાઈના પ્રેરક માર્ગદશૅનના કારણે સેંકડો સેવકોના શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક પ્રશ્નનોનું સહજતાથી નિરાકરણ થયું હોવાના અસંખ્ય દાખલાઓ અને પ્રસંગો મોજુદ છે.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર પરિવારના કાર્યક્રમોમાં પધારતા સેંકડો શ્રધ્ધાવંત સેવકોની શ્રધ્ધાને સમાજ પરાયણતાનો સ્પર્શ આપીને માનવ કલ્યાણની તેમજ રાષ્ટ્ર વિકાસની પ્રવૃત્તિ કરવા માટે મંદિર પરિવાર સતત કટિબધ્ધ અને પ્રયત્નશીલ રહે છે.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર, રંગપુરના પરિસરમાં પ્રતિવર્ષે આવા ધર્મ - શિક્ષણ - સમાજ - વિજ્ઞાન અને સેવાના પંચામૃત સમા કાર્યક્રમો પાટોત્સવ નિમિત્તે યોજાય છે. ભૂતકાળમાં યોજાયેલા આવા વૈવિધ્ય સભર પ્રસંગોમાં રાજનીતિ, શિક્ષણે, વહિવટ, સમાજ સેવા ક્ષેત્રે સંકળાયેલા અનેક મહાનુભાવો એ હાજર રહીને મંદિર પરિવારની આ સમાજ પરાયણ પ્રવૃત્તિઓને બિરદાવેલી છે.
વર્ષ ૨૦૧૩માં યોજાયેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકુંભ મેળામાં અલાહાબાદ ખાતેક વિશેપ શમિયાણાનું આયોજન કરીને વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું એક કેનદ્ર શરૂ કરવામાં હતું. ભુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈની પ્રેરણાથી મંદિરના અનેક સેવકો સ્વેચ્છાએ તબક્કાવાર અલાહાબાદ મુકામે જઈને શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર પરિવાર, રંગપુર દ્વારા ચાલતી આ વ્યસન મુક્તિ અભિયાન ઝુંબેશને વેગવાન બનાવી હતી. આ અભિયાન અંતગૅત વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવતી પુસ્તિકાઓ, સ્વાસ્થ્ય ચાલિસાઓ વગેરે સાહિત્યનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ બેનર્સ અને પોસ્ટસૅ દ્વારા વ્યસનોની વિનાશકતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મહાકુંભ મેળાની મુલાકાતે આવતા અસંખ્ય શ્રંધ્ધાળુઓ આ વ્યસન મુક્તિ અભિયાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ અભિયાન અંતગૅત તમામ પ્રકારના વ્યસનોથી મુક્ત થવા લોકોને લેખિત રીતે પ્રતિજ્ઞાબધ્ધ કરવામાં આવ્યા હતા, રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તેમજ વર્તમાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહબે એક લેખિત શુભેચ્છા સંદેશ પાઠવીને મંદિર પરિવારની આ વ્યસન મુક્તિ અભિયાન પ્રવૃત્તિને બિરદાવી છે.
રંગુપર ધામે શ્રી સધી માતાજીના મંદિરે દર રવિવારે માતાજીની બેઠકનું આયોજન થાય છે, જેમાં સેંકડો સેવકો અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. અને એક પરિવારની જેમ બધા સાથે મળીને ભોજન પ્રસાદ લે છે. સાથે સાથે પોતાના જીવનની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરે છે.
દર વર્ષે આસો સુદ આઠમ (નવરાત્રિની આઠમ) ની સાંજે પરંપરા અનુસાર માતાજીની [વિશેષ બેઠક યોજાય છે, જેમાં ભાગ લેવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. આ ઉપરાંત દર વર્ષે મહા સુદ-૧૩ વિશ્વકમાૅ જ્યંતીના દિવસે માતાજીનો પાટોત્સવ યજ્ઞનો ઉત્સવ યોજાય છે. પાટોત્સવ યજ્ઞના આગલા દિવસે રાત્રે રાસ-ગરબાની રમઝટનું આયોજન પણ કરવામાં આવે છે.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર, રંગપુરના પરિસરમાં પ્રતિવષેૅ આવા ધર્મ - શિક્ષણ - સમાજ - વિજ્ઞાન અને સેવાના પંચામૃત સમા કાર્યક્રમો પાટોત્સવ નિમિત્તે યોજાય છે.
ગાંધીનગરથી પેથાપુર-મહુડી રોડ ઉપર લોદરા પાટિયાથી જમણી બાજુ 3 કિલોમીટરના અંતરે રંગપુર ધામ આવેલ છે. નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી પ્રાંતિજથી લાકરોડા થઇને પણ રંગપુર ધામ પહોંચી શકાય છે.
મંદિર પરિવાર હારા કન્યા કેળવણી પ્રોત્સાહન, બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, યોગ પ્રશિક્ષણ શિબિર, સમાજ જાગૃતિ અભિયાન, સામાજિક કુરિવાજ મુક્તિ અભિયાન વગેરે જેવા સમાજ ઉત્કર્ષ લક્ષી કાર્યક્રમોનું આયોજન અવિરતપણે ચાલ્યા કરે છે.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર પરિવારના કાર્યક્રમોમાં પધારતા સેકડો શ્રધ્ધાવંત સેવકોની શ્રધ્ધાને સમાજ પરાયણતાનો સ્પર્શ આપીને વિશ્વની ક્ષિતિજે પ્રગતિકૂચ કરી રહેલ સ્વણિૅમ ગુજરાતની વિકાસ યાત્રામાં યથામતિ - યથાશક્તિ પૂર્વક સહભાગી થવા માટે મંદિર પરિવાર સતત કટિબધ્ધ અને પ્રયત્નશીલ છીએ.
શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર, રંગપુરના પરિસરમાં પ્રતિવર્ષે આવા ધર્મ - શિક્ષણ - સમાજ - વિજ્ઞાન અને સેવાના પંચામૃત સમા કાર્યક્રમો પાટોત્સવ નિમિત્તે યોજાય છે.
॥ જય શ્રી સધી મા ॥