મેનુ બંધ

ભક્તોની સુવિધા

વિશ્રામ ગૃહ - ભોજન વ્યવસ્થા

શ્રી સિધ્ધેશ્વરી માતાજી (શ્રી સધી માતાજી) મંદિર રંગપુર ધામે, પધારતા સેવકો માટે રોકાવા તેમજ વિશ્રામ કરવા માટે એક ભવ્ય વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એ.સી., ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા તથા અન્ય આવશ્યક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત બે ફાર્મ હાઉસ બનાવવામાં આવેલ છે, જ્યાં યાત્રિકો પ્રકૃતિના ખોળે બેસીને માતાજીના આશીર્વાદ લઈ શકે છે.

દર રવિવારે મંદિરે દૂર-દૂરથી આવતા સેવકો માટે મંદિર પરિવાર દ્ધારા સાત્વિક ભોજન તેમજ ચા-પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે.

મંદિર પરિવારના ફાર્મ હાઉસ ઉપર ગૌશાળા પણ બનાવવામાં આવેલ છે, જ્યાં ગૌસેવા કરીને ગાયોનો નિભાવ કરવામાં આવે છે.

અબોલ પશુ-પક્ષીઓ માટે ચણ, ઘાસચારો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

guગુજરાતી